• ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
  • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
  • પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
  • ભક્તિ માં બાળક, કર્મ માં યુવાન અને જ્ઞાન માં વૃદ્ધ બનો.

Thursday, May 26, 2011

૩૦ વરસ નો દીકરો

ટ્રૈન આગળ વધી રહી હતી, દરેક ઉમર ના મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાના મજુર વર્ગ અને વિદ્યાર્થી પણ હતા, બારી પાસે એક વૃદ્ધ માણસ અને તેનો ૩૦ વરસ નો દીકરો બેઠા હતા, જેમ જેમ ટ્રૈન આગળ વધી રહી હતી તેમ તેમ તેનો દીકરો જંગલો અને પહાડો ના સુન્દર દ્રશ્યો જોઈ ને ખુબજ ખુસ થતો હતો,
જુવો પપ્પા, બહાર કેટલા સુંદર વ્રુક્ષો દેખાય છે.

બીજા મુસાફરો ને તેનું આવું વર્તન જોઈ ને અજીબ લાગતું હતું, દરેક લોકો તે વૃદ્ધ માણસ ના પુત્ર વિશે અંદર અંદર કઈ ને કઈ બક બક કરવા લાગ્યા. "આ છોકરો પાગલ લાગે છે." એવું નવા લગ્ન થયલા અનુપે તેની પત્ની ને કહ્યું,

અચાનક વરસાદ વરસવા લાગ્યો, વરસાદ ના ટીંપા બારી માંથી અંદર બેઠેલા મુસાફરો પર પાડવા લાગ્યા,
અનુપ ની પત્ની ઉસકેરાઈ ગઈ કારણ કે તેનો નવો લીધેલો કોટ પલાળવા લાગ્યો, જુવો પપ્પા કેટલો સરસ વરસાદ વરસે છે, દીકરા એ વૃદ્ધ માણસ ને કહ્યું,

અનુપ, તને દેખાતું નથી વરસાદ પડે છે, અને તમે(વૃદ્ધ માણસને) જો તમારા દીકરા ને સારું ના હોય તો કોઈ મેન્ટલ હોસ્પિટલ માં તેનો ઈલાજ કરવો, અને બીજા મુસાફરો ને પરેસાની ના આપો.

વૃદ્ધ માણસ પેલા તો સ્તબ્ધ થયો અને ધીમા અવાજે કહ્યું: અમે લોકો હોસ્પિટલ થી જ પાછા આવીએ છીએ, મારા દીકરા ને આજે જ સવાર માં હોસ્પિટલ માંથી રજા મળી છે, તે જન્મથી જ નહોતો જોઈ સકતો, આંધળો હતો
તેને ગયા અઠવાડીય જોવા લાગ્યો છે, તમને તકલીફ થઇ છે તે માટે મને ક્ષમા કરો.

Tuesday, May 24, 2011

મા! મેં તારી એક પણ કવિતા નથી લખી.

મા!
તો તેં જ તો મને જન્મ આપ્યો છે.

તારે તો મને માનવી બનાવવો હતો-
એક સુખી માનવી, હસતો માનવી, અને એ માટે તેં કેટલા બધા દુ:ખો સહ્યાં? કેટલા અશ્રુઓ સાયાઁ?
ત્યારે તેં કશા બદલાની આશા નહોતી રાખી. અને હું તને બદલો પણ શો આપું? બદલો આપવા જેવું મારી પાસે છે પણ શું? કદાચ ઇશ્વર પાસે પણ કશું નથી. હા, ઇશ્વર પાસે તને આપવા માટે એક વસ્તુ છે, તારા આત્માની શાંતિ. ઇશ્વરે તને સ્ત્રી ઘડી હતી. અને ઇશ્વરને જે પ્રાણ અત્યંત પ્યારો હોય છે, એને જ એ સ્ત્રીનું રૂપ આપે છે. તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી, એટલે એણે તને સ્ત્રીનો જન્મ આપ્યો, તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી, એટલે જ એણે તને મૃત્યુ પણ આપ્યું. તું અલ્લાહને પ્યારી થઇ ગઇ, અલ્લાહે તને પોતાની પાસે બોલાવી લીધી.
પણ સ્ત્રી મરે છે, માતા મરતી નથી. તું જીવે છે, જીવતી હતી એમ જ. અને તું જીવતી હોવા છતાં તને મરેલી માનું?

અરે, જેણે મારા હાલરડાં ગાયાં, એના હું મરશિયા ગાઉં?
છતાં યે ગાઉં- પણ જે જન્મ આપે છે, એ મરી જ કેમ શકે?

કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે, ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખે છે, પણ ઇશ્વર?
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી- એ માનવીને સજેઁ છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો,
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે, પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે, એ બાળકને એના પિતાનું નામ આપી દે છે. મા ઉદરમાં નવ મહિના એના બાળકનો ભાર વેઠે છે... માત્ર એ નવ મહિનાનો બદલો આપવા ધારું તોય મારા નેવું વરસ પણ કોઇ વિસાતમાં નથી. છતાં મને શ્રદ્ધા છે- તારા એક્સો દસ વરસની વયે પણ તેં તારા અંતરમાં મારા નેવું વરસનોય ભાર વેઠ્યો હોત, પણ હું નેવું વરસનો નથી.તું એક્સો દસ વરસની નથી, તારા અને મારા સંબંધ વચ્ચે સમયનું અસ્તિત્વ જ નથી- અસ્તિત્વ છે માત્ર તારું અને તારે લીધે મારું.
અને એ પણ માતા અને બાળક જેવું જ, માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી.
હજી હું પારણામાં પોઢેલો પુત્ર છું અને હું પારણામાં પોઢીને તારે માટે કવિતા લખું,એને બદલે પારણાની દોરી ખેંચીને તું જ મારે માટે હાલરડું ગા-ઇશ્વર તારા આત્માને શાંતિ આપશે અને તારું હાલરડંરું મારા આત્માને શાંતિ આપશે.