• ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
  • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
  • પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
  • ભક્તિ માં બાળક, કર્મ માં યુવાન અને જ્ઞાન માં વૃદ્ધ બનો.

Friday, September 30, 2011

રમુજી બનાવ

એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા.

... વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એક વાંદરા પાછળ વીસ રૂપિયા આપશે. ગામવાસીઓ બાજુના જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેક વાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા.

થોડા દિવસ પછી તે માણસે "પ્રત્યેક વાંદરા પાછળ ત્રીસ રૂપિયા આપીશ" એમ કહ્યું અને બહુ ઓછા વાંદરા ખરીદયા કારણ કે ગામવાસીઓને વાંદરા મળતાજ નહોતા.
... હવે હું વાંદરા પચાસ રૂપિયામાં ખરીદીશ એમ કહીને પેલો માણસ વાટ જોવા લાગ્યો. ગામવાસીઓ તેને વાંદરા આપી શક્યા નહિ ત્યારે તેને કહ્યું કે, "હું થોડા દિવસ માટે નજીકના શહેરમાં જઈને આવું છું, ત્યાં સુધી જો તમને વાંદરાઓ મળે તો મારા મદદનીશ પાસે જમા કરજો અને તેની પાસેથી પૈસા લઇ લેજો...

તે માણસ શહેરમાં ગયા પછી તેના મદદનીશે ગામવાસીઓને કહ્યું કે જો તમને વાંદરાઓ મળતા ના હોય તો હું જે વાંદરાઓ જમા થયા છે, તે તમને ૩૫ રૂપિયામાં આપીશ, અને પછી મારો શેઠ શહેરથી આવ્યા પછી તે જ વાંદરા તમે ૫૦ રૂપિયામાં તેને વેચી શકો છો. એટલે તમને એક વાંદરા પાછળ ૧૫ રૂપિયાનો ફાયદો થશે.

ગામવાસીઓને આ યોજના ગમી ગયી અને તેઓએ શકય હોય ત્યાંથી પૈસા ઉધાર લઇને પણ ૩૫ રૂપિયામાં વાંદરા ખરીદવા લાગ્યા. બધા વાંદરા વેચીને પેલો મદદનીશ શહેરમાં ગયો. એના પછી ગામવાસીઓને પેલો માણસ દેખાયો નહિ અને એનો મદદનીશ પણ.

પણ પુરા ગામમાં ફક્ત વાંદરાઓ દેખાવા લાગ્યા.

આવી રીતે ચાલે છે શેર બજાર!!

મા નો પ્રેમ

મા નો પ્રેમ

સાંજે મા રસોડા માં રસોઇ બનાવતી હતી. ત્યારે તેનું નાનું બાળક

તેન...ી પાસે આવે છે.. અને એક કાગળ આપે છે. જેમાં તેને કૈક લખેલું છે.

મા તેના હાથ લુછે છે ને કોરા કરે છે..અને તે કાગળ વાંચે છે..તેમાં લખ્યું હોય છે…..

૧-તારા માટે દુકાનમાં થી વસ્તુ લાવ્યો તેના —-રૂપીયા ૦૫.૦૦

૨-ઘાસ કાપવાના ———————— —–રૂપીયા– ૫૦.૦૦

૩-આ અઠવાડીએ મારો રૂમ સાફ કરવાનાં —-રૂપીયા–૧૦.૦૦

૪-જયારે તું બજાર માં ખ્રરીદી માટે જતી હતી

ત્યારે નાના ભાઇ નેસાચવતો તેનાં —–—–રૂપીયા–૧૫.૦૦

૫-ક્ચરો બહાર નાખવાના ——————રૂપીયા—૦૫.૦૦

૬-બગીચો સાફ કરવાનાં અને ઘાસ

ઊઠાવવાનાં

————————- રૂપીયા-૧૫.૦૦

૭-સારું પરિણામ લાવવા માટે ——–———રૂપીયા–૫ ૦.૦૦

——————————————-કુલ રૂપીયા —-૧૫૦.૦૦

સરસ, મા ત્યાં ઉભેલા બાળક તરફ નજર કરે છે.. અને બાળક પણ મા નાં મગજ

માં કંઈક સરર્વળાટ જુવે છે.. પછી મા પેન ઉઠાવે છે …અને તેજ લખેલા

કાગળ ને પાછ્ળ ફેરવે છે અને તેંમાં નીચે મુજબ લખે છે..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


૧-જ્યારે તું મારા પેટમાં હતો ત્યારે મેં તને નવ મહિના મારી કોખમાં રાખ્યો ……..એક પણ પૈસો નહીં—

૨-તારી માંદગીમાં આખી રાત તારી પથારી પાસે બેસી રહી અને ચાકરી

કરતી રહી ને ભગવાન ને પ્રાર્થના કરતી ——એક પણ પૈસો નહીં—


૩-તને ઘણી બધી વસ્તુ નવી શીખવી ..અને તે માટે તેં મને આસું પડાવ્યા —– એક પણ પૈસો નહીં ——-

૪-તારા રમકડાં, કપડાં, ખાવા- પીવાનું લાવી અને તારું નાક લુછ્યું.. —-એક પણ પૈસો નહીં—-

૫-હું ભુખી રહી પણ તને જમાડ્યો, હું ભીના માં સુતી પણ તને કોરામા

સુવડાવીયો…——————————————————-—–એક પણ પૈસો નહીં—–

બેટા, આ બધાં નો સરવાળો કરીશ તો —————–———————–—– તેનો કુલ જવાબ મારો પ્રેમ છે..

જ્યારે બાળકે તેની મા નું આ બધું લખેલું વાચે છે …. ..

ત્યારે તેની આંખો માં થી મોટાં મોટાં આંસું સરી પડે છે..અને તે તેની મા

સામે નજર કરે છે .અને કહે છે.,”મા, હું પણ તને એટ્લો જ ચાહૂં છું.” પછી બાળક હાથમાં પેન લે છે..અને………………….

દીલગીરી વ્યક્ત કરતાં મોટાં અક્ષ્રર થી લખે છે..,,,,,,,,

” માગ્યું છે તેના કરતાં ઘણું મળી ગયું છે..”