• ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
  • બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
  • પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
  • ભક્તિ માં બાળક, કર્મ માં યુવાન અને જ્ઞાન માં વૃદ્ધ બનો.

Wednesday, January 26, 2011

દિકરીની મિણબતી


એક માણસને નાનકડી દિકરી હતી. એકની એક, અત્યંત લાડલી. એ તેને માટે જીવતો. બાળકી તેનું જીવન હતી. આથી જ્યારે તે માંદી પડી અને સારામાં સારા વૈદ હકીમો પણ તેની માંદગી દૂર ન કરી શક્યા ત્યારે તે બાવરા જેવો થઇ ગયો અને તેને સાજી કરવા એણે આકાશ-પાતાળ એક કરી દીધાં.
પણ પ્રયત્નો ઠાલા નિવડ્યા અને બાળકી મૃત્યુ પામી. પિતાની બધી સ્વસ્થતા હણાઇ ગઇ. તેના મનમાં તીવ્ર કટુતા વ્યાપી ગઇ. સ્વજનો મિત્રોથી દૂર તેણે પોતાની જાતને એકાંત ખૂણે પૂરી દીધી અને ફરી પૂર્વવત જીવનક્રમ સ્થાપવાની અને સ્વસ્થ થવાની શક્યતાઓ વાળી બધી પ્રવૃતિઓને તેણે નકારી કાઢી. એક રાતે તેને સ્વપ્નું આવ્યું. તે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. ત્યાં તેણે નાના નાના બાળ દેવદૂતોનું ભવ્ય સરઘસ જોયું. એક શ્વેત સિંહાસન પાસેથી તમની હાર અનંતપણે ચાલી જતી હતી. સફેદ ઝભ્ભો પરિધાન કરેલા દરેક બાળ દેવદૂત પાસે સળગતી મિણબતી હતી. પણ તેણે જોયું કે એક બાળકની મિણબતી સળગ્યા વગરની હતી. પછી તેણે જોયું કે પ્રકાશહીન મિણબતી સળગ્યા વગરની હતી. પછી તેણે એ, પ્રકાશહીન મિણબતી વાળી બાલિકા તો પોતાની જ દિકરી હતી. તે એના ભણી દોડ્યો. સરઘસ થંભી ગયું. તેણે બાળકીને હાથોમાં જકડી લીધી, મૃદુતાથી પંપાળી અને પુછ્યું : 'બેટા, તારી એકલીની? જ મિણબતી કેમ અંધારી છે?'
'પપ્પા, આ લોકો એને ફરી ફરી પેટાવે છે, પણ તમારા આંસુ હંમેશા એને ઓલવી નાખે છે.'
તે જ ક્ષણે તે ઉંઘમાંથી જાગી ગયો. સંદેશ સ્પષ્ટ હતો. તે ક્ષણ પછી તે એકાંત કેદમાં પૂરાઇ ન? રહેતાં મોકળાશથી, પહેલાના મિત્રો-સંબંધીઓમાં હળવા ભળવા અને આનંદથી જીવવા લાગ્યો. હવે તેની લાડકી દિકરીની મિણબતી તેના વ્યર્થ આંસુઓથી બુઝાઇ જતી નહોતી.

No comments :

Post a Comment